Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે પૂજા કરાઈ

ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર કે જે કાળીયા મેઘ તરીકે ઓળખાતો હોય તે સ્થળ ઉપર મેઘરાજાને રીઝવવા આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી કરવામાં આવતા જેમાં ગ્રામજનો, વડીલો હાજર રહ્યા હતા.

ડોલવણ તાલુકાના કણધા ગામમાં મેઘરાજાના વધામણા માટે તેમજ સીઝનનો સારો વરસાદ થાય તે માટે કાળો કાકર ડુંગર ઉપર આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી આજરોજ યોજવામાં આવી હતી. કણધાના ડુંગરને કેટલાંક લોકો વરૂણદેવના ડુંગર તો કેટલાંક કાળીયા મેઘના ડુંગર તરીકે ઓળખે છે, 

ચોમાસામાં સારો વરસાદ આવે તે માટે મેઘરાજાને રિઝવવા યોજાયેલ પૂજાવિધીમાં નંદુરબાર વિસ્તારમાંથી ભગતો તેમજ જુદાજુદા ગામોમાંથી શ્રધ્ધાળુંઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. લોકો પોતાના ઘરેથી પપૈયા સહિતના ફળો, ડાંગર તેમજ જુદીજુદી સામગ્રીઓ તેમજ પૂજાવિધીનો સરસામાન લાવ્યા હતા. આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે મેઘરાજાને મનાવવાની કોશિષ શ્રધ્ધાળુંઓએ કરી હતી.

Post a Comment

0 Comments